Only Gujarat

International

ન ટાટા ન બિરલા પણ આ હતો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, જાણો આ વ્યક્તિ વિશે

કોરોના કારણે લોકોને દુનિયાને ઘણું વધુ નુકસાન થયું છે. આ વાયરસે લગભગ દરેક દેશની અર્થવ્યવસ્થાને ડગમગાવી દીધી છે. પરંતુ કેટલાક લોકોની પ્રૉપર્ટીમાં આ દરમિયાન પણ વધારો થયો. ફોર્બ્સના પ્રમાણે, આ સમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે એમોઝનના સંસ્થાપક જેફ બેસોઝ. તેમની પાસે 175 બિલિયન ડૉલરની સંપત્તિ છે. આ લિસ્ટમાં ટૉપ પાંચમાં એક પણ ભારતીય નથી. મુકેશ અંબાણી છઠ્ઠા સ્થાન પર છે. પરંતુ આજે અમે જે શખ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, તેમની સામે આ લિસ્ટમાં હાજર કોઈપણ શખ્સ ઉભો પણ ન રહી શકે. આ વ્યક્તિ એટલો એટલો અમીર હતો કે એક જ દિવસમાં તે અંબાણીની કુલ પ્રૉપર્ટીથી વધારે પૈસા દાન કરી દેતો હતો. જો કે, તેના કારણે તે અને તેનો દેશ બંને કંગાળ થઈ ગયા. આવો આજે અમે તમને જણાવીએ દુનિયાના સૌથી અમીર શખ્સ વિશે…

ઈતિહાસમાં દુનિયાના સૌથી અમીર રાજાના રૂપમાં નામ છે મનસા મૂસાનું. તેમને દુનિયાના સૌથી અમીર અને ઉદાર રાજામાં ગણવામાં આવે છે.

રાજા મૂસાનો જન્મ 1280માં રાજસી પરિવારમાં થયો હતો. આમ તો રાજા મૂસા નાના હતા, પરંતુ જ્યારે તેમના મોટા ભાઈ એક અભિયાનથી પાછા ન આવી શક્યા તો તેમને વારસામાં સામ્રાજ્ય મળી ગયું.

રાજા મૂસા માલી દેશના રાજા હતા. એ સમયે ત્યાં સોનું અને અન્ય કિંમતી વસ્તુઓના વેપારનું પ્રમુખ કેન્દ્ર હતું. જેથી માલી દેશને ઘણો ફાયદો થતો હતો. એ સમયમાં માલી દેશની પાસે દુનિયાનું અડધું સોનું હતું.

એવામાં રાજા મૂસા ઉદાર હોવાના કારણે લોકોમાં સોનું વહેંચતા હતા. રાજા મૂસા એકવાર હજ યાત્રા પર નિકળા હતા. ત્રણ મહિનાના આ સફરમાં 60 હજાર લોકો સાથે નિકળેલા રાજા મૂસાને તે ઘણું મોંઘુ પડી ગયું હતું.

કહેવામાં આવે છે કે આ યાત્રા દરમિયાન રાજાએ રસ્તામાં લોકોને ખૂબ સોનાનું દાન કર્યું. જેના કારણે સોનાના ભાવ ઓછા થઈ રહ્યા હતા.

એક અનુમાન પ્રમણે, આ દરમિયાન મિડલ ઈસ્ટને લગભગ સો અરબથી વધારેનું નુકસાન થયું. જ્યારે રાજા મૂસાને તેની ખબર પડી તો અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે આ સોનાને બહાર લાવવાનો પ્રયાસ કર્યો.

રાજા મૂસાને જ આફ્રિકામાં શિક્ષા શરૂ કરવા માટે જવાબદાર માનવામાં આવે છે. તેમને સાહિત્ય, કલા અને વાસ્તુકલામાં ખૂબ જ રસ હતો.

આર્થિક ઈતિહાસકારોનું માનીએ તો તેણે પોતાના જીવનમાં એટલું દાન કર્યું કે અનેક લોકોનું જીવન સુધરી ગયું. જો કે, હજી સુધી એવા પર્યાપ્ત દસ્તાવેજો નથી મળ્યા કે તેની સંપત્તિનો અંદાજ આવે.

You cannot copy content of this page