ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમ્યાન તેઓની કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મંત્રીની કારને અકસ્માત સર્જાયાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે પોલીસ દ્વારા તાત્કાલીક ટ્રાફિક ક્લીયર કરવાની તજવીજ હાથ ધરી હતી.
રાજ્યનાં કૃષિ મંત્રી અને ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટે ગાંધીનગરથી જામનગર કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમ્યાન ચોટીલા પાસે રાઘવજી પટેલની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને નુકસાન થયાના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. જ્યારે મંત્રી રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.