Only Gujarat

Religion

આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ

રાશિફળ: 16-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો.

  • મેષઃ આજે બુધવારના દિવસે આપનું ધારેલું કાર્ય આગળ વધતું જણાય, પડતર પ્રશ્નો વધુ ગુંચવાતા જણાય, આવકના નવા સ્રોતોનું નિર્માણ સંભવ, યાત્રા- પ્રવાસનું આયોજન સંભવ બને, દિવસ ધીરતાથી પસાર કરવો.
  • કાર્યક્ષેત્ર: કોઈ નવી તક ને જડપવામાં વિલંબ ન કરવો તેમજ ગેરસમજ-મનદુખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક મતભેદ ટાળવા, પારિવારિક માંગલિક કાર્ય વધે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને આર્થિક નવી તક સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે મધુર પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ सौम्यचित्ताय नमः

  • વૃષભઃ આજે અગત્યનાં કામોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું, આજે આપના, વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરવો, આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય.
  • કાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય, કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદ દૂર થતા જણાય મુખ્યત્વે વારસાગત પ્રશ્નોનું સકારાત્મ પરિણામ જણાય.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સાચવીને આગળ વધવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં ફેરફાર થતો જણાય.
  • આજનો મંત્ર: ॐ शुभप्रदाय नमः

  • મિથુનઃ ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરીથી માથુ ઊંચકતિ જણાય, મિત્રોની સાથે યાદગાર સમય પસાર થાય, કોઈની વાતોમાં ના આવવુ, દિવસભર આળસ અને થાક અનુભવાય.
  • કાર્યક્ષેત્ર: આપની મુજવણોના ઉકેલ મળતા જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય.
  • પરિવાર: પરિવાર સાથે યાદગાર સમય પસાર થાય, પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત સંભવ.
  • નાણાકીય: નાણાકીય સાહસમાં પત્નિની સલાહ અવશ્ય લેવી, ખર્ચાઓનું પ્રમાણ વધતુ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ सत्यवासाय नमः

  • કર્કઃ દિવસની શરૂવાત ઇષ્ટદેવની આરાધનાથી કરવી, આપનું મૌન આપની અડચણો ની દવા બને, કૌટુંબિક સુખ સારું જણાય તેમજ આપના ભવિષ્યની યોજનાનું આયોજન થાય, મધ્યાહનબાદ કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે.
  • કાર્યક્ષેત્ર: આજે કાર્ય પરિણામોમાં સામાન્ય ખટાસ અનુભવાય, કાર્યક્ષેત્રમાં વિશેષ તક સંભવ.
  • પરિવાર: પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઈ રહે, પારિવારિક વિવાદ ટાળવો.
  • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય સચવાય.
  • આજનો મંત્ર: ॐ सुखदाय नमः।

  • સિંહઃ આજે આપને મનમાં અસંતોષની ભાવના રહે, ભાગ્યવૃદ્ધિમાં અવરોધ આવતા જણાય, ભવિષ્ય અંગે સામાન્ય મુંઝવણ જણાય, મધ્યાહ્ન પછી અશાંતિના વાદળો વિખરતા જણાય, દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય, કાર્યને પૂર્ણ કરવામાં ઉતાવળ ના કરવી.
  • પરિવાર: સ્નેહીજનો તરફ થી લાગણી દુભાતી જણાય, કળ થી કામ લેવું.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ નાણાકીય વ્યય વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ સારો જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ वेदविदे नमः

  • કન્યાઃ ધાર્યા કામમાં સામાન્ય વિધ્ન જણાય, પ્રિયજનથી મુલાકાત સંભવ, યાત્રા-પ્રવાસ સંભવ બંને, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, કોર્ટ-કચેરીનાં કાર્ય આગળ વધે, કૌટુંબિક અને આરોગ્યની ચિંતા જણાય
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સંવાદિતા જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ
  • પરિવાર: મનભેદ-મતભેદ ટાળવા અને વડીલોનું માન સમ્માન જાળવવું.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર: ॐ ऋजवे नमः

  • તુલાઃ સામાજિક જવાબદારીમાં વધારો જણાય, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, આજે પ્રિયજનને મળવાનું સંભવ બને, નવી તકોનું નિર્માણ સંભવ, આત્મવિશ્વાસ વધે એવા પ્રસંગ આવે, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ મધ્યમ પસાર થાય અને સહકર્મી સાથે મન ભેદ ટાળવા.
  • પરિવાર: આજે વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય, કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: ઉઘરાણી કર્જની ચિંતા જણાય તેમજ નવા સાહસો વિચારીને કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: તમારા પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: જૂનારોગમાં થી રાહત મળતી જણાય.
  • આજનો મંત્ર: ॐ सुधिये नमः

  • વૃશ્રિકઃ આજે કોઈ વિશ્વાસઘાતથી બચવું, મનની મુજવણોમાં વધારો થતો જણાય, ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, લાંબી મુસાફરી ટાળવી, સ્નેહીજનો સાથેન ના વિવાદથી અંતર જાળવવું હિતાવહ.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં લાભ સંભવ, તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • પરિવાર: કૌટુંબિક શાંતિ જળવાઈ રહેશે અને સામાજિક કાર્યો આગળ વધે.
  • નાણાકીય: આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોને સામાન્ય મૂંઝવણ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ कामप्रदाय नमः

  • ધનઃ આજે કારણવગરની ચિંતા ન કરવી, વિરોધી સામે પ્રગતિ જણાય, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ, ભવિષ્ય અંગેના પ્રશ્નો આપની બેચેની માં વધારો કરી શકે છે, વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય
  • કાર્યક્ષેત્ર: આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય સંભવ બંને.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, મિત્ર વર્ગથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: આકસ્મિક ખર્ચમાં વધારો જણાય, આવક વધે.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસના પ્રયત્નમાં સફળ થતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારી થી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ घनफलाश्रयाय नमः

  • મકરઃ આજે સાહિત્ય અને કલાત્મક કામોને આગળ વધારવા માટે શુભ દિવસ છે, કળથી કામ લેવુ, મનોરંજનમાં આર્થિક વ્યય વધારે થતો જણાય, દિવસભર વિચારોને પોઝેટીવ રાખવા, વિદેશનાં કાર્ય પ્રગતિમાં જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં ધરેલી સફળતા જણાય, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય.
  • પરિવાર: પારિવારિક મનભેદ-મત ભેદ ટાળવા
  • નાણાકીય: આર્થિક મુંઝવણ દૂર થાય, ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: તબિયત નરમ ગરમ રહે.
  • આજનો મંત્ર: ॐ अत्यन्तविनयाय नमः

  • કુંભઃ આપના વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થતા જણાય, જીવન બંધાયેલુ હોય તેમ અનુભવાય, વિદેશ પ્રવાસની તક છે, દિવસની શરૂઆત સારા સમાચારથી થાય, હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો હિતાવહ રહે.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આપના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી નીવડશે.
  • પરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાય, જમીનમાં રોકાણ લાભદાયી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાનયોગમાં પસાર કરવો જરૂરી.
  • આજનો મંત્ર: ॐ पीताम्बराय नमः

  • મીનઃ આજે મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ના રાખવી, દિવસ માં કોઈ સારા સમાચાર ની પ્રાપ્તિ સંભવ, સામાજિક માન-સમ્માન માં વૃદ્ધિ જણાય, મનની મુંજવણ વધતી જણાય, દિવસ ધીરજતા પૂર્વક પસાર કરવો.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાચવવું તેમજ નકામી ચિંતાઓ થી દુર રહેવું.
  • પરિવાર: અંગત જીવન અંગેના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય અને પારિવારિક સુખ ઉત્તમ રહે.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધુ જણાય, આપના સંપત્તિ કે વ્યવસાયના પ્રશ્નો નું સકારાત્મક પરિણામ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: સામાન્ય શારીરિક થાક અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ शिवङ्कराय नमः
You cannot copy content of this page